આલિયા ભટ્ટના સાવકા ભાઈ રાહુલ ભટ્ટે તાજેતરમાં એક ઇન્ટરવ્યૂમાં એક્ટ્રેસની તુલના પોતાની સગી બહેન અને એક્ટ્રેસ પૂજા ભટ્ટ સાથે કરી અને એમ પણ કહ્યું કે, “તે તેની સામે કંઈ નથી.” રાહુલ ભટ્ટે કહ્યું છે કે, “આલિયા ભટ્ટ દેખાવ અને પ્રતિભામાં પૂજા ભટ્ટથી અડધી પણ નથી.” આ દરમિયાન તેણે રણબીર કપૂર વિશે પણ એક વિચિત્ર નિવેદન આપ્યું. હિન્દીરશ (વીડિયો પોડકાસ્ટ ચેનલ) સાથેના તાજેતરના ઇન્ટરવ્યૂમાં, રાહુલ ભટ્ટને કહેવામાં આવ્યું હતું કે, આલિયા ભટ્ટ, ભટ્ટ પરિવારના વારસાને આગળ ધપાવી રહી છે. આ અંગે રાહુલે કહ્યું, “જો તમે મને પૂછો તો, મારા મતે, તે (આલિયા) મારી સગી બહેન (પૂજા ભટ્ટ)ની અડધી પણ નથી. ન તો પ્રતિભા, ન દેખાવ, ન તો સેક્સી. મારી સગી બહેન સામે કંઈ જ નથી. જો અમને બધા ભાઈ-બહેનોને પૂછશો કે સૌથી વધુ ટેલેન્ટેડ કોણ છે કે સૌથી વધુ નીતિમત્તા ધરાવનાર (મોરલિસ્ટિક) કોણ છે, તો તે પૂજા છે.” રાહુલ ભટ્ટે વધુમાં કહ્યું કે, “પૂજા ભટ્ટ તેના પિતાની લેગસીને આગળ લઈ જનારી સાચી ઉત્તરાધિકારી છે.” રણબીર કપૂર વિશે વાત કરતાં રાહુલ ભટ્ટે કહ્યું છે કે, “તે એક સારો પિતા છે. અભિનય વિશે તો ખબર નથી, મને સમજાતું નથી, કોણ અભિનય કરી રહ્યું છે, કોણ અભિનેતા છે, કોણ એનિમલ છે, કોણ કપૂર છે. તેનાથી કોઈ ફરક પડતો નથી. પિતા સારો છે. તે દીકરીને પ્રેમ કરે છે, મારા માટે આટલું પૂરતું છે. બાકી નામ, ખ્યાતિ, એનિમલ આવશે અને જશે, તે સારો પિતા છે. તે મારી સાવકી બહેનનો આદર કરે છે, બસ.” ઉલ્લેખનીય છે કે, મહેશ ભટ્ટે 1970માં કિરણ ભટ્ટ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને બે બાળકો છે, પૂજા અને રાહુલ. 1986માં મહેશ ભટ્ટે સોની રાઝદાન સાથે બીજા લગ્ન કર્યા, તે બંનેની બે દીકરીઓ, આલિયા ભટ્ટ અને શાહીન ભટ્ટ, છે. મહેશ ભટ્ટે પોતાની પહેલી પત્નીને છૂટાછેડા ન આપવા અને સોની રાઝદાન સાથે બીજા લગ્ન કરવા માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે.