back to top
Homeગુજરાતરાજકોટમાં RTEના 220 વિદ્યાર્થીની સ્કૂલ ફેરફારની અરજી:6 લાખની આવક મર્યાદાનો સરકારે આદેશ...

રાજકોટમાં RTEના 220 વિદ્યાર્થીની સ્કૂલ ફેરફારની અરજી:6 લાખની આવક મર્યાદાનો સરકારે આદેશ ન કરતા વાલીઓમાં અસમંજસ, રહેઠાણ બદલીને લઈ સૌથી વધુ 151 અરજી

રાજકોટમાં રાઇટ ટુ એજ્યુકેશન (RTE) હેઠળ જે વિદ્યાર્થીઓ સ્કૂલ બદલવા માંગતા હોય તેમના માટે જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા 15 દિવસનો કેમ્પ કરવામાં આવ્યો હતો. જેમાં રહેઠાણ અને માધ્યમ બદલવું હોવાથી સ્કૂલ ફેરફારની અરજીઓ સૌથી વધુ છે. આ ઉપરાંત માતા-પિતાના છૂટાછેડા અને અવસાન સહિતની અરજીઓ પણ છે. જોકે, ગત વર્ષે સ્કૂલ બદલવા માટેની 500થી વધુ અરજી આવી હતી, જેની સામે આ વખતે 220 અરજીઓ જ આવી છે. જોકે, હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા એ સ્પષ્ટતા કરવામાં આવ્યું નથી કે, સ્કૂલ ફેર બદલી માટે હવે રૂપિયા 1.50 લાખની વાલીની આવક મર્યાદા રાખવામાં આવશે કે તેને વધારી રૂ. 6 લાખ આવક મર્યાદા કરવામાં આવી છે. રાજકોટમાં તો સ્કૂલ ફેર બદલી માટેનો કેમ્પ પૂર્ણ થઈ ગયો, પરંતુ હજુ સુધી સરકારનું માર્ગદર્શન જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીને મળ્યું નથી. સ્કૂલ ફેરબદલી માટનો કેમ્પ યોજાયો હતો
રાજકોટ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરીમાં RTE વિભાગ સંભાળતા જીજ્ઞેશ રાવલે જણાવ્યું હતું કે, દર વર્ષે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ ખાનગી સ્કૂલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ પણ કારણોસર સ્કૂલની ફેરબદલી કરવાની થાય તો તેના માટે કેમ્પ રાખવામાં આવે છે. જેના ભાગરૂપે આ વર્ષે 1થી 15 એપ્રિલ દરમિયાન આ પ્રકારનો કેમ્પ રાખવામાં આવેલો હતો, જેમાં 220 અરજીઓ આવેલી છે. સૌથી વધુ રહેઠાણ બદલવાનું હોવાથી સ્કૂલ બદલીની અરજી
જેમાં 151 જેટલી અરજી રહેઠાણ બદલવાનું હોવાથી સ્કૂલ ફેરફાર કરવા માટેની આવેલી છે. જે બાદ 54 અરજી માધ્યમ ચેન્જ માટેની છે. એટલે કે, તેમાં મોટાભાગે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ શરૂઆતમાં ધોરણ 1માં અંગ્રેજી માધ્યમમાં વિદ્યાર્થીઓને પ્રવેશને મળ્યા બાદ તેમને તે માધ્યમમાં ભણવું ફાવતું ન હોવાથી વાલી દ્વારા માધ્યમ ચેન્જ એટલે કે અંગ્રેજીમાંથી ગુજરાતી માધ્યમની સ્કૂલમાં બાળકને ભણવા માટે બેસાડવો હોવાની અરજીઓ આવેલી છે. બાળકની બિમારીને લઈ 3 અરજી આવી
આ ઉપરાંત 7 જેટલી અરજીઓ બાળકના વાલીના છૂટાછેડાની છે. એટલે કે, માતા-પિતાના છૂટાછેડા થઈ ગયા હોવાથી બાળકને નવા શૈક્ષણિક સત્રથી અન્ય વિસ્તારમાં ઘર ટ્રાન્સફર કરવાનું હોવાથી તેને કારણે સ્કૂલ બદલવાની થતી હોય છે. આ ઉપરાંત વિદ્યાર્થીના વાલીનું અવસાન થવાથી સ્કૂલ બદલવાની થતી હોય છે. તો વિદ્યાર્થીને હૃદય કે કિડનીની બીમારી હોય અને તેને કારણે કોઈ સ્કૂલમાં ભણવા માટે વાતાવરણ યોગ્ય મળતું ન હોય તો અન્ય સ્કૂલમાં તેઓને ફેર બદલી કરી દેવામાં આવે છે.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments