200 કરોડના મની લોન્ડરિંગ કેસમાં જેલમાં બંધ સુકેશ ચંદ્રશેખર જેકલીન ફર્નાન્ડિસને અવારનવાર લવલેટર લખતો હોય છે. આ વખતે તેણે એક્ટ્રેસને એક ઇમોશનલ લેટર લખ્યો છે, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. 6 એપ્રિલના રોજ, જેકલીનની માતા કિમ ફર્નાન્ડિસનું હાર્ટ એટેકથી અવસાન થયું હતું. આ માટે સુકેશે જેકલીનને એક પત્ર લખી સાંતવના પાઠવી છે અને એક ‘ખાસ ગિફ્ટ’ વિશે વાત કરી. બાલીમાં ‘કિમ્સ ગાર્ડન’ બનાવ્યું
સુકેશે લખ્યું કે- તેણે બાલીમાં એક પ્રાઈવેટ ગાર્ડન બનાવ્યું છે, જેમાં કિમના (જેકલીનની માતા) ફેવરિટ લીલી અને ટ્યૂલિપ ફૂલો ઉગાવ્યા છે. આ ગાર્ડનનું નામ ‘કિમ્સ ગાર્ડન બાય જેક્લીન ફર્નાન્ડીઝ’ રાખવામાં આવ્યું છે . તેણે તેને ‘ઈસ્ટર ગિફ્ટ’ ગણાવી અને લખ્યું – હું તને ઈસ્ટર ગિફ્ટ તરીકે આ બગીચો ભેટ આપી રહ્યો છું… આ મુશ્કેલ સમયમાં હું તારી સાથે છું. ‘માતા ફરી આપણી દીકરીનાં રૂપમાં જન્મ લેશે’
આગળ સુકેશે દાવો કર્યો હતો કે- તેણે વેટિકન ચર્ચમાં એક ખાસ ઇસ્ટર માસનું આયોજન કર્યું હતું કારણ કે કિમને તે ચર્ચ ખૂબ જ પ્રિય હતી. આ ઉપરાંત લખ્યું હતું – ‘માતા ફરી આપણી દીકરીનાં રૂપમાં જન્મ લેશે.’ તે આપણી સાથે છે, આપણી અંદર છે અને આપણી આસપાસ છે. મને ખબર છે કે તને દુઃખ થતું હશે પરંતુ મારી જાન, હું તારા કરતાં વધારે દુઃખમાં છું.’ સુકેશનું આ પ્રકારે પત્રો લખવું એ કોઈ નવી વાત નથી. જેલમાં હોવા છતાં, તે ઘણીવાર જેકલીનને પત્રો લખીને હેડલાઇન્સ મેળવવાનો પ્રયાસ કરે છે. હવે, જેકલીન તેના જીવનમાં આગળ વધી ગઈ છે અને તે તેના પ્રોફેશનલ જીવન પર ફોક્સ કરી રહી છે. સુકેશ ચંદ્રશેખર છેલ્લા કેટલાક સમયથી જેલમાં છે. તેમના પર 200 કરોડની છેતરપિંડીનો આરોપ છે. તપાસમાં જાણવા મળ્યું કે સુકેશ ચંદ્રશેખર અને જેકલીન ફર્નાન્ડિસ રિલેશનશિપમાં હતાં. જ્યારે તેઓ રિલેશનશિપમાં હતાં ત્યારે સુકેશે જેકલીનને ઘણી કિંમતી ગિફ્ટ આપી હતી. મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને પણ તપાસ હેઠળ લેવામાં આવી હતી. જેકલીન સિવાય સુકેશે નોરા ફતેહીને ઘણી ગિફ્ટ્સ પણ આપી હતી. ED દ્વારા તેમની પૂછપરછ પણ કરવામાં આવી હતી. જેક્લિન પર શું છે આરોપ?
ED અનુસાર, જેક્લિન સાથે મિત્રતા થયા બાદ સુકેશે તેની પાછળ 7 કરોડ રૂપિયાથી વધુ ખર્ચ કર્યા હતા. સુકેશે જેક્લિનને આ વસ્તુઓ ભેટમાં આપી હતી. જો કે, જેક્લિન કહે છે કે તે સુકેશ વિશે જાણતી ન હતી કે તે કોણ છે અને શું કરે છે. તેણે પોતાને એક મોટો બિઝનેસમેન ગણાવ્યો હતો.જેક્લિનના વકીલ પ્રશાંત પાટિલનું કહેવું છે કે, જેક્લિન પોતે આ કેસમાં પીડિત છે.