રાજ્યમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચ્યો છે, ત્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા વાહનચાલકો માટે મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. અમદાવાદમાં બપોરના સમયે 74 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે એટલે કે વાહનચાલકોએ હવે તડકામાં સિગ્નલ પર ઉભા રહેવું નહીં પડે. બાકીના ચાલુ સિગ્નલમાં પણ સમયનો ઘટાડો કરવામાં આવ્યો છે. બપોરે 12થી 4 સુધી 74 ટ્રાફિક સિગ્નલ બંધ
અમદાવાદ શહેરમાં કુલ 274 જેટલા ટ્રાફિક સિગ્નલ આવેલા છે જેમાંથી બપોરે 12થી 4 વાગ્યા દરમિયાન 74 જેટલા ટ્રાફિક સિગ્નલ બંધ રહેશે. જ્યારે 200 સિગ્નલ ચાલુ રાખવામાં આવશે. જે સિગ્નલ ચાલુ હશે તે સિગ્નલના સમયમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આગીમી દિવસોમાં મંડપ પણ લગાવાશે
ટ્રાફિક જેસીપી એન.એન ચૌધરીએ જણાવ્યું હતું કે, ગરમી 42 ડિગ્રી પહોંચતા જ કેટલાક સિગ્નલ બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. ગરમી હશે ત્યાં સુધી સિગ્નલ બપોરના સમયે સિગ્નલ બંધ રાખવામાં આવશે. આવનાર દિવસમાં જે સિગ્નલ ચાલુ હશે ત્યાં મંડપ પણ લગાવવામાં આવશે જેથી વાહનચાલકોને રાહત મળશે.