back to top
Homeગુજરાત'આતંકીએ ગોળી મારી'ને મારા પતિ મારા ખોળામાં પડ્યા':મારી નજર સામે હિન્દુભાઈઓને અલગ...

‘આતંકીએ ગોળી મારી’ને મારા પતિ મારા ખોળામાં પડ્યા’:મારી નજર સામે હિન્દુભાઈઓને અલગ કરી ધડાધડ ગોળીઓ મારી, હુમલામાં પતિને ગુમાવનાર શીતલબેને આંખોદેખી જણાવી

જમ્મુ કાશ્મીરના પહેલગામમાં 22મી એપ્રિલે થયેલા આતંકી હુમલામાં ત્રણ ગુજરાતીઓ સહિત 27 લોકોના મોત નિપજ્યા હતા. ત્રણ ગુજરાતીઓ પૈકી 2ની ભાવનગરમાં અને એકની સુરતમાં ગુરુવારે(24 એપ્રિલે) અંતિમવિધિ કરવામાં આવી હતી. આતંકીની ગોળીથી મૃત્યુ પામેલા ત્રણ ગુજરાતીમાં સામેલ મૂળ સુરતના શૈલેષ કળથિયાના પત્ની શીતલબેન કળથિયાએ 22મી એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકી હુમલાની હચમચાવી નાખતી આંખોદેખી ‘દિવ્ય ભાસ્કર’ સમક્ષ વર્ણવી હતી. શીતલબેને કહ્યું હતું કે, ફાયરીંગનો અવાજ આવ્યા બાદ અમે કંઈ સમજીએ અને છુપાવાનો પ્રયાસ કરીએ ત્યાં તો આતંકીઓ અમારી સામે આવી ગયા. તેઓએ હિન્દુ ભાઈઓને અલગ કરી દીધા હતા અને મારી નજર સામે જ બધાને આંખના પલકારામાં ગોળીઓ મારી દીધી. મારી આગળ મારા પતિ ઉભા હતા તેને ગોળી વાગતા તે મારા ખોળામાં પડ્યા. અમે નાસ્તો કરતા હતા’ને ફાયરિંગનો અવાજ આવ્યો- શીતલબેન કળથિયા
પહેલગામ આતંકી હુમલામાં સુહાગને ગુમાવનારા શીતલબેન કળથિયાએ જણાવ્યું કે, અમે ઉપર ગયા હતા અને નાસ્તો કરી રહ્યા હતા. અમારી સાથે અન્ય પ્રવાસીઓ પણ નાસ્તો કરતા હતા. ત્યારે અચાનક ફાયરિંગનો અવાજ સંભળાયો. જેથી અમે સ્ટોલ વાળાને પૂછ્યું કે આ શેનો આવાજ છે તો તે પણ અજાણ હતા. ત્યાં જ બીજો અવાજ આવ્યો. આસાપાસ જોયું તો કંઈ સમજ ન પડી. અમે કંઈ સમજીએ અને સંતાઈ જઈએ ત્યાં સુધીમાં તો આતંકી અમારી સામે આવી ગયા. આ પણ વાંચોઃ ​​​​​​​મૃતકની પત્નીનો આક્રોશ, પાટીલ નીચું મોઢું રાખી સાંભળતા રહ્યા આતંકીએ કહ્યું- ‘હિન્દુ એક તરફ અને મુસ્લિમ બીજી તરફ આવી જાય’
શીતલબેને આગળ વાત વધારતા કહ્યું- અમારી સામે હથિયાર લઈ ઉભેલા આતંકીએ કહ્યું કે, આમાંથી જે હિન્દુઓ છે તે એક તરફ આવી જાય અને મુસ્લિમો બીજી તરફ આવી જાય. ત્યારબાદ તેઓે જે મુસ્લિમ હતા તેઓને કલમા પઢવાનું કહ્યું અને તેઓની સાથે વાતચીત કરી હતી. ‘મેં મારા બંને સંતાનોને મારી પાછળ સંતાડી દીધા હતા’
એ લોકોને ભરોસો ન હતો કે તેઓ શું કરે? એ લોકોએ અમને જે આદેશ આપ્યા અમે તે રીતે જ કર્યું. મેં મારા બંને સંતાનોને મારી પાછળ રાખ્યા હતા. મારા પતિ(શૈલેષ કળથિયા) મારી આગળ હતા. અમે જેટલા પ્રવાસીઓ હતા તેઓ અલગ અલગ ગ્રુપમાં આસપાસ જ ઉભા હતા. આ પણ વાંચોઃ ગુરુવારે ત્રણેય મૃતકોની અંતિમયાત્રામાં હજારો લોકો ઉમટ્યા ‘મારી નજર સામે બધા હિન્દુભાઈઓને શૂટ કરી દીધા’
ફિલ્મમાં જોઈને પણ ધ્રુજી જવાય તેવા દૃશ્યને નજરોનજર નિહાળનાર શીતલબેને કહ્યું, એ લોકોએ જેટલા હિન્દુભાઈઓ હતા તેઓને મારી નજર સામે શૂટ કર્યા. તે લોકોએ લેડીઝને મારી ન હતી. મારા પતિને ગોળી વાગતા હું તેની બાજુમાં હોવાથી તે મારા ખોળામાં પડ્યા હતા. જે આતંકી હતા તેને ગ્રીન કલરના ઝભા અને માથા પર ટોપી પહેરી હતી. તેઓએ લાંબી દાઢી રાખી હતી. જ્યાં સુધી ઘાયલો તડપી તડપીને મરી ન જાય ત્યાં સુધી તે ત્યાં જ ઉભા રહ્યા હતા. ‘આતંકીઓ નાસી છૂટ્યા બાદ અમે છોકરાઓ સાથે નીચે ઉતર્યા’
શીતલબેને વધુમાં કહ્યું- આતંકીઓ લોહીયાળ હુમલો કર્યા બાદ તેઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા. અમારી નજર સામે બધા લોકો લોહીલુહાણ હાલતમાં હતા. આ સમયે ત્યાંના સ્થાનિક લોકોએ અમને કહ્યું હતું કે, તમે તમારા સંતાનોને લઈને નીચે જતા રહો જેથી હું મારા સંતાનોને લઈ નીચે આવી ગઈ હતી. આ પણ વાંચો:જન્મદિવસે શૈલેષનો મૃતદેહ સુરત પહોંચ્યો મને એ વાતનું દુઃખ છે કે, અમે ત્યાં ગયા જ શું કામ?
આતંકી હુમલામાં પતિને ગુમાવનાર શીતલબેન કળથિયા પર અચાનક બે સંતાનોની જવાબદારી આવી પડી છે. આ ઘટના બાદ તેઓ કહે છે કે, મને એ વાતનું દુઃખ છે કે, અમે ત્યાં ગયા જ શું કામ?. જો અમને ખબર હોત કે ત્યાં સિક્યુરિટી નથી તો અમે ત્યાં ગયા જ ન હોત. કળથિયા દંપતી સંતાનો સાથે 18 તારીખે જમ્મુ-કાશ્મીર ગયા હતા
મૂળ સુરતના અને મુંબઈમાં રહેતા શૈલેષ કળથિયા તેમના પત્ની શીતલબેન અને બે સંતાનો સાથે 18મી એપ્રિલ મુંબઈથી જમ્મુ કાશ્મીર ફરવા ગયા હતા. ત્યાં પહોંચ્યા બાદ ચાર દિવસ પરિવારના સભ્યો શ્રીનગર, સોનમર્ગ, ગુલમર્ગ સહિતના સ્થળોએ ફર્યા હતા અને 22મી તારીખે પહેલગામ પહોંચ્યા હતા. અહીં તેઓ ફરી રહ્યા હતા ત્યારે જ આતંકી હુમલો થતા શૈલેષભાઈ સહિતના 27 લોકોએ જીવ ગુમાવવા પડ્યા. ‘કાશ્મીરમાં હિન્દુ-મુસ્લિમ જેવું કંઈ નથી’
અમે કાશ્મીરમાં જે કેબમાં ફરી રહ્યા હતા તે કેબનો ડ્રાઈવર મુસ્લિમ હતો. અમે જે હોટલમાં રોકાયા હતા તે હોટલ મુસ્લિમની હતી. આતંકીઓ જે ભાષા વાપરે છે તેનો હેતુ અંદરોઅંદર ઝઘડા કરાવવાનો છે. મને આશ્ર્ય એ વાતનું છે કે, ત્યાં એક પણ પોલીસકે આર્મીનો માણસ ન હતો. મારું કહેવું છે કે, ત્યાં સારી સિક્યુરિટી બેસાડો અથવા તે સ્થળ પ્રવાસીઓ માટે બંધ કરી દો. ‘સાહેબ, સાવ નજીક આવીને સ્મિતને ગોળી મારી દીધી’
આતંકી હુમલામાં જે ત્રણ ગુજરાતીઓના મોત નિપજ્યા છે તેમાં યતીશભાઈ પરમાર અને તેમનો પુત્ર સ્મિત પરમારનો સમાવેશ થાય છે. આ લોકોની સાથે જ પ્રવાસમાં ગયેલા સ્મિતના મામાના દીકરાએ ગુરુવારે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સાથેની વાતચીત દરમિયાન બનાવ સમયે શું બન્યું તેની વિગતો જણાવી હતી. (સંપૂર્ણ સમાચાર વાંચો)

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -
Google search engine

Most Popular

Recent Comments