અમદાવાદના સાઉથ બોપલમાં 19 એપ્રિલ, 2025ના રોજ હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. પૂરપાટ ઝડપે જઈ રહેલા કારચાલકે રસ્તા પર ચાલીને જઈ રહેલા બે યુવકને ઉડાવ્યાં હતાં. આ કારની ટક્કરથી બન્ને યુવક અંદાજે 50 ફૂટ સુધી ઢસડ્યા હતા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજના આધારે બોપલ પોલીસે કારચાલકની ધરપકડ કરી છે. પૂછપરછમાં આરોપીએ જણાવ્યું કે, બાજુની સીટમાં મોબાઈલ લેવા જતા એક્સિલેટર વધુ દબાઈ જતા અકસ્માત સર્જાયો હતો. યુવકોને અડફેટે લઈ કારે 50 ફૂટ દુર પટક્યાં હતાં
સાઉથ બોપલમાં મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટ પાસે રાતના સમયે શરદ અને અમૂલ નામના પુણેના બે યુવક ચાલીને જઈ રહ્યા હતા. આ સમયે પૂરપાટ ઝડપે કાર લઈને જઈ રહેલા હાર્દિકસિંહ વાઘેલા (ઉં.વ.29)એ બંને યુવકને પાછળથી અડફેટે લીધા હતા. કારની ટક્કર વાગતા બંને યુવક 50 ફૂટ જેટલાં દૂર સુધી ઢસડાયા હતા. અકસ્માત બાદ કારચાલક હાર્દિકસિંહ ત્યાંથી કાર લઈને નાસી ગયો હતો. બનાવની જાણ થતા બોપલ પોલીસે આ અંગે ગુનો નોંધ્યો હતો. એકને વધુ ઈજા હોવાથી સોલા સિવિલમાં દાખલ
પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે, બંને યુવકો મહારાષ્ટ્રના પૂણેથી પોતાના સંબંધીના ઘરે આવ્યા હતા. આ બંને યુવકો ચાલતા જતા હતા, ત્યારે કારચાલકે તેમને ટક્કર મારી હતી. બંનેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અમૂલની સ્થિતિ સારી હોવાથી પુણે પહોંચી ગયો હતો, જ્યારે અમૂલને સોલા સિવિલમાં દાખલ કર્યો છે. પોલીસ CCTVના આધારે આરોપી સુધી પહોંચી
બનાવ અંગે પોલીસે સીસીટીવી ફુટેજના આધાર તપાસ શરૂ કરી હતી, ત્યારે સીસીટીવીમાં કિયા સેલ્ટોસ ગાડી દેખાતી હતી. પોલીસે નંબર પ્લેટના આધારે તપાસ કરી ત્યારે ગાડી ગોધવીના વ્યક્તિની હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ કેસમાં ચાલક હાર્દિકસિંહ વાઘેલા નામના યુવકની ધરપકડ કરી હતી. આરોપી ખાનગી હાર્ડવેર કંપનીમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરે છે. ફોન લેવા જતા અકસ્માત સર્જાયાનું આરોપીનું રટણ
આરોપીની તપાસમાં સામે આવ્યું હતું કે, તે ગાડી લઈને જઈ રહ્યો હતો ત્યારે તેની બાજુની સીટ પર પડેલો ફોન લેવા ગયો હતો. આ દરમિયાન રસ્તા પર ચાલી રહેલા બે યુવકો દેખાયા નહીં અને ગાડીનું એક્સિલેટર અચાનક વધી ગયું, જેના કારણે બંનેને ટક્કર મારી હતી. આરોપી બનાવ બાદ તેના સંબંધીના ઘરે રહેતો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. બાઇક અને એક્ટિવાની સામસામે ખતરનાક ટક્કર, CCTV
સુરતના ઉધના વિસ્તારમાં બાઈક અને એક્ટિવા વચ્ચે અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી, જેમાં પૂરપાટ ઝડપે જઈ રહેલા બંને ચાલકોની સામે સામે ટક્કર થઈ હતી. અકસ્માતના પગલે બંને ચાલકો જમીન પર પટકાયા હતા, જોકે બંનેએ હેલ્મેટ પહેર્યું હોવાથી ગંભીર ઈજાઓ થઈ નહોતી. સમગ્ર અહેવાલ વાંચો…