જ્યારથી ભારતના અલગ અલગ ભાગમાં, ખાસ કરીને કાશ્મીરમાં આતંકવાદની શરૂઆત થઈ ત્યારથી જ શંકાની સોય પાકિસ્તાન પર હતી. સમય જતાં ઘણા પુરાવા પણ મળ્યા કે પાકિસ્તાન સીમા પાર આતંકવાદને પોષે છે. અત્યારસુધી પાકિસ્તાન ટંગડી ઊંચી રાખતું હતું, પણ બ્રિટિશ ચેનલ ધ સ્કાયને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુદ પાકિસ્તાનના રક્ષામંત્રીએ જ કબૂલી લીધું કે હા, અમે જ 30 વર્ષથી આતંકવાદીઓને પોષવાનું ‘ગંદું કામ’ કરીએ છીએ, એ પણ અમેરિકાના કહેવાથી. ટૂંકમાં, પાકિસ્તાનને બરાબરનો રેલો આવ્યો એટલે કબૂલી તો લીધું, પણ તેણે ભારત અને અમેરિકાને ભીડવવાની કોશિશ પણ કરી છે. નમસ્કાર, પહેલાગામ આતંકી હુમલા પછી જે રીતે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધ્યો છે એ જોતાં બંને દેશ વચ્ચે યુદ્ધ થશે એ ચર્ચાએ જોર પકડ્યું છે. આતંકવાદીઓનો ખાત્મો કરવો જરૂરી છે. પાકિસ્તાનને પાઠ ભણાવવોય જરૂરી છે, પણ પૂર્ણ યુદ્ધ બંને દેશને પોસાય એમ નથી. અત્યારે ભારત ડિપ્લોમેટિક સ્ટ્રેટેજી સાથે આગળ વધી રહ્યું છે. પાકિસ્તાનનાં ખોરાક-પાણી બંધ કરી દેવાયાં છે એટલે જ પાકિસ્તાન રઘવાયું બન્યું છે. પાકિસ્તાનના રક્ષામંત્રીએ શું કહ્યું?
ખ્વાજા આસિફે શુક્રવારે બ્રિટિશ મીડિયા ધ સ્કાયને ઇન્ટરવ્યૂ આપ્યો હતો. બ્રિટિશ એન્કર યાલ્દા હકીમે તેમને પૂછ્યું હતું કે શું પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિઓ માટે જવાબદાર છે? આ અંગે તેણે કહ્યું હતું કે વૈશ્વિક શક્તિઓએ પોતાનાં હિતો માટે પાકિસ્તાનનો ઉપયોગ કર્યો. ખ્વાજા આસિફે પણ સ્વીકાર્યું કે આતંકવાદીઓને ટ્રેનિંગ આપવી એ એક મોટી ભૂલ હતી. અમે આની સજા ભોગવી રહ્યા છીએ. જો અમે સોવિયેત યુનિયન સામેના યુદ્ધમાં જોડાયા ન હોત અને 9/11ના હુમલા પછી જે પરિસ્થિતિઓ ઊભી થઈ એ ન થઈ હોત તો પાકિસ્તાનનો રેકોર્ડ બેદાઘ હોત.
પહેલગામ મુદ્દા અંગે ખ્વાજા આસિફે કહ્યું, ભારત અને પાકિસ્તાન વચ્ચે શરૂ થયેલો વિવાદ બંને દેશો વચ્ચે મોટા યુદ્ધનું સ્વરૂપ લઈ શકે છે. ભારત જે પણ કરશે, પાકિસ્તાન એનો જવાબ આપશે.
પાકિસ્તાનના સંરક્ષણમંત્રીએ કહ્યું હતું કે પહેલગામ હુમલા માટે પાકિસ્તાન નહીં, પણ ભારત જવાબદાર છે. જો ભારત અમારી સામે કોઈ કાર્યવાહી કરશે તો પાકિસ્તાન પણ એ જ રીતે જવાબ આપશે. પાકિસ્તાન પાસે જવાબ આપવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. દુનિયાએ ચિંતા કરવી જોઈએ, કારણ કે બંને દેશો પાસે પરમાણુ શસ્ત્રો છે, જોકે તેમણે આશા વ્યક્ત કરી કે બંને દેશો વાતચીતથી આ મુદ્દાનો ઉકેલ લાવશે. ખ્વાજાએ અમેરિકા, રશિયા પર દોષનો ટોપલો ઢોળ્યો
ખ્વાજા આસિફે પહેલગામ હુમલાને ભારતનું કાવતરું ગણાવ્યું અને કહ્યું હતું કે અમારી એજન્સીઓ માને છે કે ભારત જ આ કરી રહ્યું છે. સ્કાય ન્યૂઝ સાથે વાત કરતી વખતે તેને પૂછવામાં આવ્યું કે પાકિસ્તાનનો આતંકવાદીઓને સમર્થન આપવાનો લાંબો ઇતિહાસ છે. આ અંગે તેનું શું કહેવું છે? આના જવાબમાં ખ્વાજા આસિફે વિશ્વના મોટા દેશો પર દોષારોપણ કરવાનું શરૂ કર્યું. તેણે કહ્યું હતું કે મોટા દેશો માટે આ ક્ષેત્રમાં જે કંઈપણ થઈ રહ્યું છે એના માટે પાકિસ્તાનને દોષી ઠેરવવું સરળ છે. 80ના દાયકામાં જ્યારે આપણે સોવિયેત યુનિયન (રશિયા) સામે અમેરિકા વતી લડી રહ્યા હતા ત્યારે આજના આ બધા આતંકવાદીઓ વોશિંગ્ટનમાં મહેમાનગતિ માણી રહ્યા હતા.
ખ્વાજા આસિફે કહ્યું હતું કે જ્યારે 9/11નો હુમલો થયો પછી અમારી સરકારે ભૂલ કરી. અમેરિકાએ આ આતંકવાદીઓનો પ્રોક્સી તરીકે ઉપયોગ કર્યો. પછી અમેરિકાએ તેમનો ઉપયોગ પ્યાદા તરીકે કર્યો. આ એક જ સંગઠનના લોકો છે. બંને તરફથી ખોટાં અનુમાનોનું જોખમ
સૈન્ય ઈતિહાસકાર શ્રીનાથ રાઘવને બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં આપણને કડક કાર્યવાહી જોવા મળી શકે છે, જે પાકિસ્તાનના લોકો માટે મેસેજ હશે. 2016 અને 2019માં જવાબી કાર્યવાહીના રૂપમાં સર્જિકલ સ્ટ્રાઈક અને એર સ્ટ્રાઈક આપણે જોઈ છે. હવે સરકાર માટે આનાથી ઓછી કાર્યવાહી કરવાનું મુશ્કેલ બનશે. પાકિસ્તાન આનો જવાબ પણ આપશે. અગાઉ પણ એવું થયું છે. બંને તરફથી ખોટાં અનુમાનનું જોખમ બનેલું રહેશે, જેવું કાયમ થાય છે. અમેરિકી એક્સપર્ટે આ વાત કરી
અમેરિકાની અલ્બાની યુનિવર્સિટીના ભારત-પાક સંબંધોના ડિફેન્સ એક્સપર્ટ ક્રિસ્ટોફર ક્લેરીનું કહેવું છે કે ભારત કોઈ ગુપ્ત કાર્યવાહી એવી રીતે કરી શકે કે કામ પણ થઈ જાય ને કોઈ આંગળી પણ ચીંધી ન શકે. આનાથી રાજકીય રીતે સફળતા મળી ગણાશે, પણ દેખીતી રીતે એવું જ ગણાશે કે ભારતે કાંઈ કર્યું નહીં. આની સામે ભારત પાસે બે વિકલ્પ છે. એક, 2021નું LOC સીઝફાયર નબળું પડી રહ્યું છે એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ક્રોસ બોર્ડર ફાયરિંગને લીલી ઝંડી આપી શકે છે. બીજો વિકલ્પ એ છે કે 2019ની જેમ એર સ્ટ્રાઈક અથવા ક્રૂઝ મિસાઈલનું ઓપ્શન પણ છે. આવું કરવામાં પાકિસ્તાન તરફથી જવાબી કાર્યવાહીનો ખતરો છે. 2019માં આવું જ જોવા મળ્યું હતું. ભારત-પાકિસ્તાન બંને પાસે પરમાણુ હથિયાર છે
વિદેશ નીતિના જાણકાર માઈકલ કુગલમેન કહે છે કે પુલવામાની ઘટનાથી એ જાણવા મળ્યું કે બંને દેશ સીમિત જવાબી કાર્યવાહી માટે સહજ છે. પાકિસ્તાન સાથે સંઘર્ષ વધારતાં પહેલાં ભારતે સામાજિક, આર્થિક અને રાજનીતિક નુકસાનનું અનુમાન કરીને કોઈપણ પગલું ભરવું પડશે. ભારત જે પણ રસ્તો અપનાવે અને પાકિસ્તાન એનો કોઈપણ જવાબ આપી શકે, એટલે ડગલે ને પગલે જોખમ છે. બંને દેશો વચ્ચે યુદ્ધના ભણકારા વાગી રહ્યા છે અને એની સાથે કાશ્મીરમાં શાંતિ સ્થપાય એ વાત ફરી ભૂતકાળ બનવા લાગી છે. સૌથી ખતરનાક વાત એ છે કે બંને દેશ પાસે પરમાણુ હથિયાર છે. પાકિસ્તાની વિદેશમંત્રીએ પરમાણુ હથિયારની વાત કરી
પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે એક નિવેદનમાં કહ્યું છે કે ભારતે ભૂલવું ન જોઈએ કે પાકિસ્તાન પરમાણુ શક્તિ છે. ડારે ધમકીભર્યા સ્વરમાં કહ્યું કે જો ભારત કોઈ કાર્યવાહી કરશે તો અમારો જવાબ મજબૂત હશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેનાં તીક્ષ્ણ નિવેદનો અંગે ડિફેન્સ એક્સપર્ટ કહે છે કે પરમાણુ શસ્ત્રોથી સજ્જ ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ન થાય એ જ સારું છે. અમેરિકન રિપોર્ટ પણ બહાર આવ્યો
પહેલગામમાં થયેલા હુમલા વચ્ચે અમેરિકાએ 1980 અને 90ના દાયકાના કેટલાક ગુપ્તચર અહેવાલો જાહેર કર્યા છે. આ અહેવાલો ભારત અને પાકિસ્તાન વિશે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે બંને દેશો વચ્ચે યુદ્ધની શક્યતા બહુ ઓછી છે, પરંતુ ગુસ્સામાં લેવાયેલો એક નિર્ણય કે નાની ભૂલ સંઘર્ષને પરમાણુ યુદ્ધમાં ફેરવી શકે છે. અમેરિકાના આ અહેવાલોમાં ભારત અને પાકિસ્તાનનાં પરમાણુ શસ્ત્રો અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. હવે જાણો બંને દેશની સૈન્ય તાકાત વિશે… બંને દેશની સૈન્ય તાકાત
————————- મિલિટરી પાવરમાં રેન્કિંગ વાર્ષિક ડિફેન્સ બજેટ એક્ટિવ આર્મી જવાનો રિઝર્વ આર્મી જવાનો પેરામિલિટરી ફોર્સ ટેન્ક એરક્રાફ્ટ ફાઈટર જેટ એટેક જેટ હેલિકોપ્ટર એટેક હેલિકોપ્ટર ન્યૂક્લિયર વેપન બખ્તરબંધ ગાડી લોન્ચ રોકેટ સિસ્ટમ વોર શિપ સબમરીન એરક્રાફ્ટ કેરિયર પેટ્રોલિંગ વેસલ્સ હવે ભારત-પાકિસ્તાન વચ્ચેના બિઝનેસની વાત…
પહેલગામ હુમલો થતાં જ ભારતે અટારી બોર્ડરથી આવન-જાવન અને માલ પરિવહન બંધ કરાવી દીધું. પાકિસ્તાને પણ વાઘા બોર્ડર સીલ કરાવી દીધી છે. પહેલા એ જાણી લઈએ કે આ બોર્ડર છે શું? અટારી એ ભારતની સરહદના ગામનું નામ છે. વાઘા એ પાકિસ્તાની સરહદના ગામનું નામ છે. આ બોર્ડરની દેખરેખનું કામ લેન્ડ-પોર્ટ ઓથોરિટી કરે છે, જે ગૃહમંત્રાલયની હેઠળ આવે છે. અટારી બોર્ડર ખાસ કેમ છે? ભારત પાકિસ્તાનને કઈ-કઈ વસ્તુઓ મોકલે છે? ભારત પાકિસ્તાન પાસેથી શું ખરીદે છે? ભારત-પાકિસ્તાન ટ્રેડનો ટ્રેન્ડ છેલ્લે,
પહેલાગામ હુમલાએ કાશ્મીરના ટૂરિઝમ ઉદ્યોગની કમર ભાંગી છે. 2024ના વર્ષમાં શ્રીનગર એરપોર્ટ પરથી 44 લાખ ટૂરિસ્ટોનું આવનજાવન રહ્યું હતું. શ્રીનગર એરપોર્ટ પર મહિને 1100 ફ્લાઈટ્સનાં ઓપરેશન્સ રહે છે. આ હુમલા પછી ડોમેસ્ટિક એરલાઈન્સને 15 હજાર ટિકિટ કેન્સલેશન અને ટ્રાન્સફરની રિક્વેસ્ટ મળી છે અને તમામ હોટલોને બુકિંગ કેન્સલ કરવાના ઈ-મેલ મળ્યા છે. ભારત આતંકીઓનો ખાત્મો તો બોલાવશે, પણ કાશ્મીરમાં ફરી ટૂરિઝમ ક્યારે ધમધમતું થશે એ કહેવું મુશ્કેલ છે. રાત્રે 8 વાગ્યે જોતા રહો એડિટર્સ વ્યૂ… નમસ્કાર… (રિસર્ચઃ યશપાલ બક્ષી)