ગુજરાતમાં પહેલગામ હુમલાનો વિરોધ પહેલગામ હુમલાનો ગુજરાતમાં ઠેર ઠેર વિરોધ કરાયો. સાબરકાંઠા-ગઢડા-વીરપુરમાં સ્વૈચ્છિક બંધ, સુરતમાં આતંકવાદીના પૂતળાને ફાંસીએ લટકાવ્યું, મોરબીમાં લોકોએ જાહેર રસ્તા પર પાકિસ્તાનના રાષ્ટ્રધ્વજને કચડીને પોતાનો રોષ પ્રગટ કર્યો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો મુસ્લિમ સમાજે કાળી પટ્ટી બાંધી વિરોધ કર્યો આ તરફ આજે ગુજરાત મુસ્લિમ સમાજે પણ આતંકી હુમલાનો વિરોધ કર્યો. બપોરે થતી જુમ્માની નમાજમાં કાળી પટ્ટી બાંધી વિરોધ વ્યક્ત કર્યો. ધારાસભ્ય ઈમરાન ખેડાવાલા આ સમયે ભાવુક થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો આતંકી હુમલાના પગલે પોલીસ એક્શન મોડમાં પહેલગામ આતંકી હુમલા બાદ વડોદરા પોલીસ એક્શન મોડમાં છે. ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ ડ્રોનથી નજર રાખી રહી છે. તો સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસે ગઈકાલ રાતથી જ ફૂટ પેટ્રોલિંગ હાથ ધર્યું છે. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પાકિસ્તાની નાગરિકોને સમયમર્યાદામાં દેશ છોડવો પડશે વિશ્વામિત્રી પ્રોજેક્ટના કામ માટે વડોદરા આવેલા હર્ષ સંઘવીએ ભારતમાં રહેતા પાકિસ્તાની નાગરિકો વિશે કહ્યું, આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો બાળકીની દુષ્કર્મ બાદ હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા ખંભાતમાં 7 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચરી તેની હત્યા કરનાર આરોપીને ફાંસીની સજા સંભળાવી. 2019માં બેસતા વર્ષના દિવસે આરોપી અર્જુન ગોહેલે આ જઘન્ય કૃત્યને અંજામ આપ્યો હતો. સેશન્સ કોર્ટે આરોપીને ફાંસીની સજા સંભળાવી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો બોલેરો અને બાઈક વચ્ચે અકસ્માતમાં ત્રણનાં મોત વડોદરાના ડભોઈમાં બોલેરો અને બાઈક વચ્ચે થયેલા અકસ્માતમાં ત્રણ મિત્રે જીવ ગુમાવ્યા. લગ્નપ્રસંગમાંથી પરત ફરતા મિત્રોને અકસ્માત નડ્યો. ત્રણમાંથી એક પોલીસકર્મી હતો, જ્યારે અન્ય બેએ પીએસઆઈની પરીક્ષા આપી હતી. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો ચાલતા જતા બે યુવકને અડફેટમાં લેનારની ધરપકડ અમદાવાદના સાઉથ બોપલમાં થયેલા હિટ એન્ડ રન કેસમાં પોલીસે આરોપી હાર્દિકસિંહ વાઘેલા નામના 29 વર્ષીય યુવકની ધરપકડ કરી છે. ચાલુ કારમાં બાજુની સીટમા પડેલો મોબાઈલ લેવા જતાં અકસ્માત સર્જાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો MS યુનિ.માં NSUI અને પોલીસ વચ્ચે ઘર્ષણ વડોદરાની એમએસ યુનિમાં એનએસયુઆઈ અને પોલીસ વચ્ચે ઘર્ષણ થયું. BBA પ્રવેશ પરીક્ષાના માર્ક્સ જાહેર ન કરતાં ફેકલ્ટી ઓફિસમાં હોબાળો મચાવ્યો. નકલી ચલણી નોટો ઉડાવી રોષ ઠાલવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે બ્રિજ બનાવાશે સુરત-ઉત્રાણ વચ્ચે તાપી નદી પર નવો રેલવે બ્રિજ બનાવાશે. દાહણુથી ભરૂચ ત્રીજો અને ચોથો રેલવેટ્રેક નાખવા રેલવેએ ગ્રીન સિગ્નલ આપ્યું. સુરત યાર્ડથી લઈને હયાત ઉત્રાણ તાપી બ્રિજનો સર્વે કરવામાં આવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો પંડ્યાબંધુઓની માતાની ગૌસેવા વડોદરામાં ક્રિકેટર પંડ્યાબંધુઓની માતાની ગૌસેવા. ગૌ માતા-નંદીજી મહારાજને 2,100 કિલો રસ અને 5 હજાર રોટલી જમાડી. ગુજરાતી પરિવારોની થાળીની જેમ જ ક્યારીમાં જમણ પીરસાયું આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા અહીં ક્લિક કરો