દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં પાલનપુર શહેરમાં લોકોએ આક્રોશ વ્યક્ત કર્યો છે. પહલ ગામથી છ કિલોમીટર દૂર આવેલા પર્યટક સ્થળે થયેલા આતંકી હુમલામાં લોકોએ જીવ ગુમાવ્યા હતા. આ ઘટનાના વિરોધમાં પાલનપુરના રામલીલા મેદાનમાં યુવાનોએ એકત્રિત થઈને આતંકવાદીઓના પૂતળાને ફાંસીના માંચડે ચઢાવ્યું હતું. યુવાનોએ આતંકવાદ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પૂતળાનું દહન કર્યું હતું. આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં જાગૃત નાગરિકો જોડાયા હતા.