સમગ્ર દેશ નિર્દોષ ભારતીયોના મોત ને લઈ શોકમાં છે ત્યારે રાજકોટમાં ભાજપ નો મહિલા મોરચો બર્થ ડે સેલિબ્રેશનમાં કરવામાં વ્યસ્ત બન્યા છે. ભાજપે કિસાનપરા ચોકમાં પહેલા મૃતકોને શ્રદ્ધાંજલી આપી અને બાદમાં મહિલા મોરચો કેક લઈને અંજલિ રૂપાણીને ત્યાં પહોંચ્યો હતો. ભાજપ અગ્રણી અંજલિ રૂપાણીના જન્મદિવસ નિમિતે મહિલા મોરચાએ કેક કાપીને ભવ્ય ઉજવણી કરી હતી.ધારાસભ્ય ડો.દર્શીતા શાહ,પૂર્વ મહિલા કોર્પોરેટરો સહિતના સેલિબ્રેશનમાં હાજર રહ્યા હતા. રાજકોટમાં ભાજપનો મહિલા મોરચો બર્થ ડે સેલિબ્રેશનમાં કરવામાં વ્યસ્ત
આંતકવાદી હુમલામાં મૃત્યુ પામેલા લોકોને પહેલા શ્રદ્ધાંજલી અને બાદમાં ઉજવણી કરતા મહિલા મોરચાના ભાજપના નેતાઓ જોવા મળ્યા હતા. કરુણ ઘટના બાદ અંજલિ રૂપાણી રૂપાણીએ પણ મહિલા મોરચાને ના ન પાડી અને હસતા મોઢે કેક કાપીને સેલિબ્રેશન કરી ફોટો વિડીયો કરાવ્યા હતા.સોશિયલ મીડિયામાં મહિલા મોરચા દ્વારા બર્થ ડે સેલિબ્રેશનના ફોટો વિડીયો વાયરલ થયા છે. જેમ મહિલા મોરચાના કાર્યકરોએ પણ જાણે બહાદુરીનું કામ કર્યું હોય તેમ પોતાના સ્ટેટસમાં ઉજવણીના ફોટો પણ મુક્યા છે.