IPL-2024ની 44મી મેચમાં આજે કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો પંજાબ કિંગ્સ (PBKS) સાથે થશે. મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં સાંજે 7:30 વાગ્યાથી રમાશે. ટૉસ સાંજે 7:00 વાગ્યે થશે. KKR અને PBKSનો આ સીઝનમાં બીજી વાર સામનો થશે. પાછલી મેચમાં પંજાબે કોલકાતાને 16 રનથી હરાવ્યું હતું. શ્રેયસ અય્યરની કેપ્ટનશીપમાં PBKSએ અત્યાર સુધી 5 મેચ જીતી છે અને 3માં હાર મળી છે. જ્યારે, KKRએ 3 જ મેચમાં જીત નોંધાવી છે અને 5માં હારનો સામનો કર્યો છે. મેચ ડિટેઇલ્સ, 44મી મેચ
KKR Vs PBKS
તારીખ- 26 એપ્રિલ
સ્ટેડિયમ- ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ, કોલકાતા
સમય: ટૉસ- 7:00 PM, મેચ સ્ટાર્ટ – 7:30 PM હેડ ટુ હેડમાં કોલકાતા હાવી કોલકાતા હેડ ટુ હેડમાં પંજાબ પર હાવી છે. બંને ટીમ વચ્ચે અત્યાર સુધી કુલ 34 IPL મેચ રમાઈ છે. 21માં કોલકાતા અને 13માં પંજાબને જીત મળી છે. બંને ટીમ ઈડન ગાર્ડન્સમાં 13 વાર ટકરાઈ છે, જેમાં 9 મેચમાં કોલકાતા અને 4માં પંજાબને જીત મળી છે. હર્ષિત KKRનો ટૉપ બોલર KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ 8 મેચમાં 146.48ની સ્ટ્રાઈક રેટથી 271 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી લગાવી છે. રહાણે ટીમનો ટૉપ સ્કોરર છે. બોલિંગમાં હર્ષિતે 8 મેચમાં 22.54ની સરેરાશ સાથે 11 વિકેટ લીધી છે. શ્રેયસે પંજાબ માટે સૌથી વધુ રન બનાવ્યા કેપ્ટન શ્રેયસ અય્યરે આ સીઝનમાં અત્યાર સુધી 8 મેચમાં 185.21ની સ્ટ્રાઈક રેટ સાથે 263 રન બનાવ્યા છે. આ દરમિયાન તેણે 3 ફિફ્ટી ફટકારી છે. અય્યર ટીમ માટે સૌથી વધુ રન બનાવનાર ખેલાડી છે. બીજા નંબર પર પ્રિયાંશ આર્ય છે. પ્રિયાંશે 8 દાવમાં 254 રન બનાવ્યા છે. ટીમ માટે ફાસ્ટ બોલર અર્શદીપ સિંહે સૌથી વધુ વિકેટ લીધી છે. અર્શદીપે 8 મેચમાં 11 વિકેટ ઝડપી છે. પિચ રિપોર્ટ
ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમની પિચ બેટિંગ ફ્રેન્ડલી છે. આ સ્ટેડિયમમાં અત્યાર સુધી 97 IPL મેચ રમાઈ ચૂકી છે. અહીં પહેલા બેટિંગ કરનાર ટીમે 41 અને ચેઝમાં બેટિંગ કરનાર ટીમે 56 મેચ જીતી છે. આ સ્ટેડિયમનો હાઈએસ્ટ ટીમ સ્કોર 262/2 છે, જે પંજાબ કિંગ્સે ગયા વર્ષે કોલકાતા સામે બનાવ્યો હતો. વેધર અપડેટ
26 એપ્રિલે કોલકાતાનું વાતાવરણ ખૂબ ગરમ રહેશે. આ દિવસે અહીંનું તાપમાન 27થી 37 ડિગ્રી વચ્ચે રહેવાની અપેક્ષા છે. મેચ દરમિયાન વરસાદની કોઈ શક્યતા દેખાતી નથી. જ્યારે પવન 19 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ફૂંકાશે. બન્ને ટીમની સંભવિત પ્લેઇંગ-12 (ઇમ્પેક્ટ પ્લેયર સહિત) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR): અજિંક્ય રહાણે (કેપ્ટન), રહમાનુલ્લાહ ગુરબાઝ, સુનીલ નારાયણ, વેંકટેશ અય્યર, રિંકુ સિંહ, આન્દ્રે રસેલ, રમણદીપ સિંહ, મોઈન અલી, વૈભવ અરોરા, હર્ષિત રાણા, વરુણ ચક્રવર્તી, અંગક્રિશ રઘુવંશી. પંજાબ કિંગ્સ (PBKS): શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રભસિમરન સિંહ, પ્રિયાંશ આર્ય, નેહલ વાઢેરા, માર્કસ સ્ટોઇનિસ, જોશ ઇંગ્લિસ (વિકેટકીપર), શશાંક સિંહ, માર્કો યાન્સેન, અર્શદીપ સિંહ, જેવિયર બાર્ટલેટ, યુઝવેન્દ્ર ચહલ, ગ્લેન મેક્સવેલ.