પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના ત્રાલ અને અનંતનાગમાં સર્ચ ઓપરેશન ચલાવવામાં આવ્યું. આ દરમિયાન 2 આતંકવાદીઓના ઘર ઉડાવી દેવામાં આવ્યા હતા. જમ્મુ-કાશ્મીરની મુલાકાતે આવેલા આર્મી ચીફ ઉપેન્દ્ર દ્વિવેદીએ કહ્યું છે કે આતંકવાદનું નેટવર્ક સંપૂર્ણપણે ધ્વસ્ત કરવામાં આવશે. બીજી તરફ ગૃહમંત્રી અમિત શાહે પણ તમામ રાજ્યોને પાકિસ્તાની નાગરિકોની ઓળખ કરીને તેમને પાછા મોકલવાની અપીલ કરી છે. આ દરમિયાન, પાકિસ્તાની મંત્રીઓના નિવેદનો પણ ખૂબ ચર્ચામાં છે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇશાક ડારે આતંકવાદીઓને સ્વતંત્રતા સેનાની કહ્યા, જ્યારે સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફે તેમને તાલીમ આપવાની વાત સ્વીકારી. VIDEOમાં જૂઓ પહેલગામ આતંકવાદી હુમલા સાથે સંબંધિત મોટા અપડેટ્સ..