શુક્રવારે ભારતીય મૂળના સેંકડો લોકોએ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા સામે લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કર્યું. આ દરમિયાન, એક વરિષ્ઠ પાકિસ્તાની સૈન્ય અધિકારીએ વિરોધીઓ તરફ ગળું કાપવાનો ઈશારો કરીને આગમાં ઘી હોમવાનું કામ કર્યું છે. પાકિસ્તાની અધિકારીના હાથમાં ભારતીય વાયુસેનાના પાઇલટ અભિનંદન વર્ધમાનનું પોસ્ટર હતું અને ગળું કાપવાનો ઈશારો કરી રહ્યા છે. પાકિસ્તાની ડિપ્લોમેટે ઘૃણાસ્પદ કૃત્ય કરતા ભારતીયોની મજાક ઉડાવવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, આ અધિકારીએ પોતાના હાથમાં ભારતીય વાયુસેનાના ગ્રુપ કેપ્ટન અભિનંદન વર્ધમાનનું પોસ્ટર રાખ્યું હતું, જેને ફેબ્રુઆરી 2019માં પાકિસ્તાની સેના દ્વારા પકડી લેવામાં આવ્યા હતા. આ પોસ્ટર પર લખ્યું હતું – ચાય ઈઝ ફેન્ટાસ્ટિક. એટલે કે ચા અદ્ભુત છે. 22 એપ્રિલના રોજ બપોરે, પહેલગામની બૈસરન ઘાટીમાં આતંકવાદીઓએ પ્રવાસીઓ પર હુમલો કર્યો હતો. આ હુમલામાં 26 પ્રવાસીઓ માર્યા ગયા હતા. 10થી વધુ ઘાયલ થયા હતા. વીડિયોમાં દેખાતા વ્યક્તિની ઓળખ કર્નલ તૈમૂર તરીકે થઈ છે શનિવાર સવારથી જ આ વીડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યો છે. 5 સેકન્ડની આ ક્લિપમાં લંડનમાં પાકિસ્તાન હાઈ કમિશનમાં આર્મી અને એરફોર્સ સલાહકાર કર્નલ તૈમૂર રાહત દેખાય છે. દૂતાવાસની બાલ્કનીમાં ઊભા રહીને, તે પ્રદર્શનકારીઓ તરફ ગળું કાપવાનો ઈશારો કરી રહ્યો છે. ગળું કાપવાના ઈશારા કરવા બદલ પાકિસ્તાની અધિકારીની ટીકા થઈ રહી છે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઈન્ટરનેટ યુઝર્સ ગળું કાપવાના ઈશારા કરવા બદલ પાકિસ્તાની અધિકારીની ભારે ટીકા કરી રહ્યા છે. વાયરલ વીડિયો પર પ્રતિક્રિયા આપતા, ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે કહ્યું કે પાકિસ્તાનના સૈન્ય અધિકારીઓ અને રાજદ્વારીઓમાં શિષ્ટાચારનો અભાવ સ્પષ્ટપણે દેખાય છે. તેએ કહે છે આવા હોદ્દા ધરાવતા અધિકારીઓ પાસેથી આ શિષ્ટાચારની અપેક્ષા રાખવામાં આવે છે, પરંતુ પાકિસ્તાનના રાજદ્વારી અને લશ્કરી અધિકારીઓ અભણ લાગે છે. પહેલગામ આતંકવાદી હુમલાના એક અઠવાડિયા પછી, એક પાકિસ્તાની અધિકારીનો ગળું કાપવાનો ઈશારો કરતો વીડિયો વાયરલ થયો. ઘણા સોશિયલ મીડિયા યુઝર્સે વીડિયોમાં દેખાતા સૈન્ય અધિકારીની ઓળખ પાકિસ્તાન હાઈ કમિશનમાં તૈમૂર રાહત તરીકે કરી છે. લંડનમાં ભારતીય સમુદાયના 500થી વધુ સભ્યો પાકિસ્તાનન હાઈ કમિશનની બહાર ભેગા થયા અને પહેલગામ આતંકી હુમલા સામે અવાજ ઉઠાવ્યો હતો. પાકિસ્તાન પહેલા પોતાનું ગળું બચાવે ગળું કાપવાનો ઈશારો કરનાર અધિકારીની નિંદા કરતા, દિલ્હીના મંત્રી મનજિંદર સિંહ સિરસાએ પાકિસ્તાનને ચેતવણી આપી કે પહેલા પોતાનું ગળું બચાવે .તેમણે સમાચાર એજન્સી ANIને કહ્યું, ‘પાકિસ્તાન બીજું શું કરી શકે છે?’ તેના માથા પર ભય તોળાઈ રહ્યો છે. છતાં તેના અધિકારીઓ નિર્દોષ લોકોના શિરચ્છેદ કરવાની ધમકી આપી રહ્યા છે. દૂતાવાસની બહાર ધમકી આપનારાઓને એક પછી એક ઓળખવામાં આવશે. આ મામલે જવાબ માંગવામાં આવશે. ભારતના ડરને કારણે પાકે વાઘા બોર્ડરથી અભિનંદનને છોડી દીધા હતા જણાવીએ કે 14 ફેબ્રુઆરી, 2019ના રોજ પુલવામા આતંકવાદી હુમલા બાદ, ભારતે 26 ફેબ્રુઆરીએ પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. ભારતીય વાયુસેનાના ફાઈટર પ્લેનોએ આતંકવાદી જૂથ જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ કેમ્પો પર બોમ્બમારો કરીને ખતમ કર્યા હતા.બીજા દિવસે, પાકિસ્તાની વાયુસેના સરહદ પર થોડી હિંમત બતાવવામાં આવી, જેનો ભારતીય વાયુસેનાએ યોગ્ય જવાબ આપ્યો. બંને દેશોના વાયુસેના વચ્ચે વચ્ચે ડોગ ફાઈટ ચાલી હતી. ભારતીય વાયુસેનાના બહાદુર પાયલોટ અભિનંદન વર્ધમાનએ પોતાના મિગ-21 બાઇસન ફાઇટર જેટથી પાકિસ્તાનના F-16 ફાઇટર પ્લેનને પડકાર ફેંક્યો અને તેને તોડી પાડ્યું. આ ડોગ ફાઈટ દરમિયાન, અભિનંદન LOC પાર કરીને પાકિસ્તાની ક્ષેત્રમાં ચાલ્યા ગયા અને તેમનું વિમાન ક્રેશ થયું. અભિનંદનને પાકિસ્તાની સેનાએ પકડી લીધા હતા. પરંતુ ભારતના ડરને કારણે, તેમને વાઘા બોર્ડરથી બે દિવસ પછી છોડી દેવામાં આવ્યા હતા.